અનેક ગામોમાં પૂરની તાનાશાહી, ક્યાક ઘર તો ક્યાક ખેતરોમાં તબાહી - ચંદ્રપુર મહારાષ્ટ્રના પૂરના દ્રશ્યો
મહારાષ્ટ્ર: ચંદ્રપુરમાં (Flood Scenes Of Chandrapur Maharashtra) છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે ચિમુર તાલુકામાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં અવિરત વરસાદને કારણે, આશરે 1,500 ની વસ્તી ધરાવતું ગોંડપીપરી તાલુકાનું તોહોગાંવ પણ પૂરના પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે આજુબાજુના ગામડાઓથી તેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો હતો. વર્ધા નદીના પૂરના પાણીએ તોહોગાંવ ગામને ઘેરી લીધું હતું.