દિવાળી પૂર્વે હાલોલમાં સુરક્ષાદળોએ ફ્લેગમાર્ચ યોજી - panchmahal news
પંચમહાલઃ હાલોલ શહેર પોલીસ તથા RPFના જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હતી. દિવાળી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને હાલોલ શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી સ્થાનિક પોલીસ સાથે RPFના જવાનો દ્વારા શહેરમા ફલેગમાર્ચ યોજાઈ હતી. ફ્લેગ માર્ચ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ થઈ બજાર, ટાવર, બસ સ્ટેન્ડ, જૈન મંદિર, કસ્બા વિસ્તારમાં ફરી પોલીસ સ્ટેશન પરત ફરી હતી. જેમાં હાલોલ સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.