ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા - આંધ્ર પ્રદેશ માર્ગ અકસ્માત સર્જાયો
આંધ્ર પ્રદેશ : પ્રકાશમ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો(Andhra Pradesh road accident occurred) હતો. અમરાવતી-અનંતપુરમ નેશનલ હાઈવે પર એક ઝડપી રફતારે આવી રહેલી કારે એક ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માત નેશનલ હાઈવે પર કંભમમાં વસાવી પોલીટેકનિક કોલેજ પાસે થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યું થયા( Five killed in road accident in Andhra Pradesh) હતા. ટ્રક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે મૃતકની ઓળખ પલનાડુ જિલ્લાના વેલદુર્થી મંડલના સિરીગીરીપાડુના રહેવાસી તરીકે કરી છે. તિરુપતિ દર્શન માટે જતા સમયે આ અકસ્માત થયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક સાથે કાર અથડાઇ હતી. મૃતકોની ઓળખ અનીમી રેડ્ડી (60), ગુરવમ્મા (60), અનંતમ્મા (55), આદિલક્ષ્મી (58) અને નાગારેડ્ડી (24) તરીકે થઈ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.