ભાજપ નેતા પર ફાયરિંગની ઘટનાઃ પોલીસે કાર સહિત પિસ્તોલ કબ્જે કરી - Porbandar news
પોરબંદરઃ શહેરના કડિયા પ્લોટ મીલપરા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ભાજપના નેતાના ઘર પાસે ફાયરિગ કરવામાં આવ્યું હતું. પૂર્વ સુધરાઇ સભ્ય ભલાભાઇ ઉર્ફે ભરતભાઈ મૈયારિયાના ધર પાસે જુના મનદુઃખને લઈ રાજુ રાણા નામના શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ત્યારબાદ ત્યાથી ફરાર થયો હતો. આ ફાયરિંગની ઘટનામાં ભલા મૈયારીયાના મિત્ર અને ભાજપ શહેર પ્રધાન પ્રશાંત સીસોદીયાના પેટમાં ગોળી લાગી હતી. જેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા સતત કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોરબંદર DySP જુલી કોઠીયાના જણાવ્યા અનુસાર ઘટના નજીક સ્થળેથી એક સ્વીફ્ટ કાર અને ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ પોલીસે કબ્જે કરી છે. ત્યારે હાલ પોસીસે આરોપી રાજુ રાણાને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
Last Updated : Aug 27, 2020, 8:07 PM IST