બોરીવલી પશ્ચિમ રહેણાંક વિસ્તારમાં કેબિનમાં લાગી આગ, જૂઓ વીડિયો... - fire-in-the-security-cabin
મુંબઈ: બોરીવલી પશ્ચિમ વિસ્તારની ગજાનન સોસાયટીના સાતમા માળે આગ લાગી હતી. જેના કારણે સોસાયટીના કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ફાયરબ્રિગેડને આ ઘટના અંગે જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો 4 ફાયર ટ્રક સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગના ઉપરના માળે સુરક્ષા કેબિનમાં સવારે આગ લાગી હતી. અગ્નિશામક દળ અત્યારે આગ સામે લડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફાયર ફાઈટર ઘાયલ થયો છે અને તેને નજીકની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.