સાવરકુંડલાના મિતિયાળાના રેવેન્યુ વિસ્તારમાં આગ લાગી - મિતિયાળા અભયારણ્ય નજીક રેવન્યુ વિસ્તારના જંગલમાં ભયંકર આગ
અમરેલી: સાવરકુંડલાના મિતિયાળા અભયારણ્ય નજીક રેવન્યુ વિસ્તારના જંગલમાં ભયંકર આગ લાગી હતી. જેને કારણે મોટાભાગનો રેવન્યુ વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. જે વિસ્તારમાં આગ લાગી હતી, તે વિસ્તારની આસપાસ સિંહો સહિત વન્યપ્રાણીઓ પણ વસવાટ કરે છે. જેથી આસપાસના ખેડૂતોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જેમાં કોઈ વન્ય પ્રાણી કે વ્યક્તિને ઇજા પહોંચી નથી.
Last Updated : Mar 19, 2020, 8:02 PM IST