રણથંભોર નેશનલ પાર્કના પાદરા વન ક્ષેત્રમાં લાગી ભીષણ આગ - રાજસ્થાન ન્યુઝ
ટોંક: વિશ્વભરમાં વાઘના રહેઠાણ માટે પ્રખ્યાત સવાઈ માધોપુરના રણથંભોર નેશનલ પાર્કના પાદરા વન ક્ષેત્રમાં ભયાનક આગ લાગી છે. જે હજુ સુધીમાં કાબુમાં આવી નથી. ફાયરવિભાગ અને વનવિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સુધી અકબંધ છે. જંગલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા હોવાથી તેમજ રસ્તા ઓછા હોવાથી આગ વધી રહી છે. આ જંગલમાં વાઘ તેમજ જંગલી જાનવરોનો વસવાટ વધુ છે. જેથી પ્રાણીઓને નુકસાન થવાની શક્યતાઓ ખુબ જ વધી રહી છે. આપને જણાવી દઈએ કે, રણથંભોરમાં વન્ય પ્રાણીસૃષ્ટિના રક્ષણ માટે સરકાર દ્વારા આશરે 60 કરોડના ખર્ચે ડિજિટલ વાઇલ્ડ લાઇફ સર્વેલન્સ ટ્રેકિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જેના દ્વારા રણથંભોરનું આખું જંગલ ડિજિટલ કેમેરાથી સજ્જ છે. પરંતુ આગનું કારણ હજુ જાણી શકાયું નથી.