પિતાના મોત બાદ 45 મીનિટમાં દીકરીએ માતાની પણ છત્રછાયા ગુમાવી, સ્મશાનમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો - Tijki Cemetery House
રાજસ્થાન : અલવર શહેરમાં તીજકી સ્મશાન ગૃહમાં એક પુત્રી તેની માતાના અંતિમ સંસ્કાર કરી રહી હતી. તે જ સમયે પિતાનું મોત થયું હતું. આ સમાચારથી દીકરીઓ સાથે હાજર લોકોને પણ બેચેન કરી દીધા હતા. દીકરીએ તેના માતાપિતાને અગ્નિદાહ આપતા જોઇને હાજર સૌની આંખો ભરાઈ આવી હતી. મૃતકનો પુત્ર વિદેશ હોવાથી કોરોનાને કારણે તે તેના માતાપિતાને અગ્નિદાહ પણ આપી શક્યો ન હતો.