વાઇરલ વીડિયો : દિકરાના જન્મદિવસે પિતા-પુત્રનું થયું મોત - પિતા-પુત્રનું થયું મોત
35 વર્ષનો અબ્દુલ આસિફ શૈખ અને તેનો 12 વર્ષનો દિકરો શાહબિલ શૈખ મોહગાઉન ઝિલ્પી તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા. આ દિવસે તેના દિકરાનો જન્મદિવસ હતો. આથી તેઓ જન્મદિવસની ઉજવણી કરવા તળાવે પહોંચ્યા. પહેલાં અબ્દુલ તળાવમાં તરવા ઉતર્યા. તેમનો દિકરો મોબાઇલ ફોનમાં શૂટિંગ કરી રહ્યો હતો. તેની માતા અબ્દુલને બચાવવા તળાવમાં ઉતરી તેની પાછળ શાહબિલ પણ પાણીમાં ગયો. આ પાણીમાં પિતા-પુત્ર બન્ને ડુબી ગયા. તળાવની આસપાસના લોકોએ મહિલાને બચાવી લીધી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.