કપાસનો ભાવ ઓછો મળતાં નારાજ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની હરાજી અટકાવી - morbi marketing yard
મોરબીઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના ભાવ ઓછા આપવામાં આવતા નારાજ ખેડૂતોએ યાર્ડમાં હરાજી જ અટકાવી હતી. જેથી સોમવારે હરાજી બંધ રાખવામાં આવી હતી. દિવાળી બાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવક જોવા મળી રહી છે. મંગળવારે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસ લઈ પહોંચ્યા હતાં. યાર્ડમાં પહોંચેલા 300 ખેડૂતોને કપાસનો ભાવ અયોગ્ય લાગ્યો હતો. યાર્ડમાં કપાસનો ભાવ 850થી 950 સુધી આપવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો કપાસનો ભાવ રૂપિયા 1000થી 11000 મેળવવા અંગે માગ કરી રહ્યાં છે. આમ, કપાસનો ભાવ પૂરતો ન મળતા નારાજ ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી.