જેતપુરના 15 ગામના ખેડૂતો પ્રદુષણ માફિયાઓથી પરેશાન, આંદોલનની ઉચ્ચારી ચીમકી
રાજકોટઃ જેતપુર તાલુકાના 15 ગામના ખેડૂતો પ્રદુષણ માફિયાઓથી બરબાદ થઈ રહ્યા છે. જેતપુરના સાડી ઉધોગોમાંથી નીકળતું પ્રદુષિત પાણી અને કેમિકલયુક્ત પાણી હજારો વિધાના ખેતરોના પાકને નુકશાન કરી ખેડૂતોને પાયમાલ કરી રહયા છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ હપ્તાખાઉં પ્રદુષણ બોર્ડના કારણે કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં બેફામ છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી સિંચાઇ અને પીવાના પાણીમાં પણ કામ આવતું નથી અને લોકોને નુકશાન કરી રહ્યું છે. જેમાં ભાદર નદીમાં આ પ્રદુષિત પાણી છોડાતા પ્રેમગઢ ,પેઢલા, કેરાળી, લુણાગરા,બાવા પીપળીયા સહિતના 15 ગામોના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે. પરંતુ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે રાજકીય વગથી કોઈપણ લોકો એમની સામે ટકી શક્યા નથી. પરંતુ હવે ખેડૂતોએ પણ કંટાળી પોતાના પેટ પર પાટું વાગતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.