ગુજરાત

gujarat

ETV Bharat / videos

Rain in Gujarat: દ્વારકામાં કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ કરી હરામ

By

Published : Nov 21, 2021, 8:41 AM IST

દેવભૂમિ દ્વારકા: અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લો પ્રેશરના (Low pressure in the Arabian Sea) કારણે સમગ્ર ગુજરાતમાં માવઠાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. તે મુજબ શનિવાર રાતથી જ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ (unseasonal rainfall in Dwarka) છવાયો હતો. જેમાં કલ્યાણપુર, ખંભાળિયા અને દ્વારકા પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. અંદાજે અડધાથી એક ઇંચ સુધી ખબકેલા વરસાદને પગલે ખેડૂતને (Farmers disturb) ખુબ જ મોટા પાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેનાથી મગફળી તેમજ કપાસને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું જોવા મળ્યું હતું. બીજી તરફ પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જતા જગતના તાતની સ્થતી દયનિય બની હતી.

ABOUT THE AUTHOR

...view details