ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાટસર ગામમાં ખેતરના પાક પર ફરી વળ્યું વરસાદી પાણી, ખેડૂતો થયા બેહાલ - Gujarat Government

By

Published : Sep 17, 2022, 4:05 PM IST

પાટણના ચાણસ્મા પંથકમાં આ વખતે સિઝનનો 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના વિરામ પછી આજે પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. તેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. તો હવે ખેડૂતો સરકાર આ નુકસાનનો સરવે કરાવી યોગ્ય સહાય આપે તેવી માગ કરી રહ્યા છે. અહીં એરંડા, કપાસ, કઠોળના પાકને ભારે નુકસાન થયું છે. ચાણસ્મા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં 25 ઈંચથી વધુ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ છે. જ્યારે અંતરિયાળ ગામમાં પાણી હજી પણ ઓસર્યા નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. Farmers Crop Damage heavy rain in chanashma patan Gujarat Government crop damage survey.

ABOUT THE AUTHOR

...view details