મહુવામાં જગતનો તાત જોઇ રહ્યો છે વરસાદની રાહ
આમ તો ભીમ અગિયારસનો વરસાદ અને વાવણી શુકન વંતી ગણાવવામાં આવે છે પરંતુ મહુવા તાલુકામાં ભીમઅગિયારસ બાદ વરસાદ ગયો તે ગયો ખેડૂતોએ વાવણી પણ થઇ ચૂકી છે પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી. વરસાદ ખેંચાતા જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે. મહુવા તાલુકામાં મોટા ભાગમાં ડુંગળી , કપાસ, માગફળી, જુવાર, રજકો, બાગાયતી પાકોનું વાવેતર થાયું છે અને હજી પણ મેઘરાજ મહેરબાન નથી થય. તો આ તમામ પાકોને મોટા પ્રમાણમાં મુશ્કેલી થવાની શક્યતા નકારી શકાય એમ નથી. હાલમાં ડેમની પરિસ્થિતિ જોઈએ તો માલણ 52 ટકા, બગડ 55 ટકા, રોજકી 60 ટકા, ભરેલ છે. ત્યારે સિંચાય માટે વરસાદ ન આવે તો સિંચાય ના પાકને નુકસાન થઇ શકે છે તેવુ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું. પરંતુ હાલ પણ કાગ ડોળે આકાશ તરફ મીટ માંડી બેઠેલા ખેડૂતો પર મેઘરાજા ક્યારે મેહેરબની કરશે. તે જોવાનું રહ્યું.