વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં દર્દીના દીકરાએ લાકડી બતાવી ડૉક્ટરને ધમકાવ્યા - famaliy threatens a doctor
મોરબી : વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ મહેજબીન મહોમમદભાઇ માણસીયા ફરજ ઉપર હતા. ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામે થી રાજેન્દ્રસિંહ જગુભાઈ ઝાલા તેમની માતા વિજયાબેનને સારવાર માટે લઇને આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ સારવારમાં ખસેડવા માટે ડોક્ટર મહેજબીન માણસિયાએ કહ્યું હતુ. રાજેન્દ્રસિંહને સારું ન લાગતા આરોપીએ ડૉ.મહેજબીન તેમજ હોસ્પિટલના સ્ટાફને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને ડોકટરની ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાઈ છે. વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.