વરસાદના કારણે ખેડામાં ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકશાન - latest news of kheda
ખેડા: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે.જેમાં શુક્રવાર રાત્રે થયેલા મુશળધાર વરસાદ તેમજ ભારે પવનને કારણે ખેડાના મહુધા, મહેમદાવાદ તેમજ ઠાસરા સહિતના વિસ્તારોમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. જીલ્લામાં શરૂઆતમાં થયેલા સારા વરસાદને લઈને ખેડુતોને રોપણી બાદ સમયે સમયે થયેલા વરસાદથી સારો પાક થવાની આશા બંધાઈ હતી. હાલ ડાંગરનો પાક તૈયાર થવાને આરે ઉભો છે, ત્યારે ભારે પવન તેમજ વરસાદને પગલે ભારે નુકસાન થવા પામ્યું છે.જેને લઈ ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. મહત્વનું છે કે ખેડા જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 115 ટકા વરસાદ થઈ ચુક્યો છે.જેમાં સૌથી વધુ મહુધામાં 1233 મીમી થયો છે.