અમદાવાદમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સાથે ETV ભારતની વાતચીત - MarjaavaanTrailer
અમદાવાદ : નવરાત્રીમાં ગરબાની મજા માણવા દેશ-વિદેશથી અનેક લોકો આવતા હોય છે. ત્યારે બોલિવૂડના સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા અમદાવાદના મહેમાન બન્યા હતા. બંને સ્ટાર પોતાની આગામી ફિલ્મ મરજાવાના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા. બંને સ્ટારકાસ્ટે ETV ભારત સાથે પણ ખાસ વાતચીત કરી હતી. મરજાવા ફિલ્મમાં લીડ રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા,તારા સુતારિયા અને રિતેશ દેશમુખ જોવા મળશે.