દશેરા પહેલા હાથીઓનું ભવ્ય સ્વાગત, જૂઓ વીડિયો - દશેરા દશેરા 2022
કર્ણાટકમાં મૈસૂર દશેરા 2022 (Mysore Dussehra 2022) ઉત્સવ માટે હાથી અભિમન્યુની આગેવાની હેઠળ હાથીઓની એક ટીમ મૈસૂર પેલેસ પહોંચી અને બુધવારે પરંપરાગત પૂજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેલમાં હાથીઓના આગમન પર પૂજાની સાથે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. હાથીની ટીમમાં અભિમન્યુ, અર્જુન, ગોપાલસ્વામી, ધનંજય, ભીમા, મહેન્દ્ર, કાવેરી, ચૈત્ર અને લક્ષ્મીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રધાન એસ.ટી.સોમશેખરે આ વખતે દશેરાને સફળ બનાવવા માટે માહુતો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન, સ્તોત્રો ગાવામાં આવ્યા હતા અને પછી હાથીઓ માટે મંગલ આરતી કરવામાં આવી હતી. તે જ સમયે, અમેરિકન પ્રવાસી ઝરીનાએ કહ્યું કે, હું હાથીઓની પૂજા અને સાંસ્કૃતિક કલા વર્તુળો જોઈને ખુશ છું. તેમણે કહ્યું કે, હાથીઓની પૂજા અને અહીંની સંસ્કૃતિ સારી છે. મૈસુર દશેરા જેને નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.