Elephant Attack Video: કોઝિકોડમાં મંદિરના ઉત્સવમાં હાથી બન્યો હિંસક, કેટલું નુકસાન કર્યું, જુઓ - મેલુર કોંડમવલ્લી મંદિર
કોઝિકોડઃ કોઝિકોડના કોયલંદી ખાતે મંદિરના ઉત્સવ માટે લાવવામાં આવેલો હાથી હિંસક બની ગયો (Elephant attack on mahout in Kozhikode) હતો. અહીં તેણે મહાવત પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકો વચ્ચે પડતા મોટી દુર્ઘટનાને રોકવામાં મદદ મળી હતી. કારણ કે, તેમણે હાથીને વહેલા કાબૂમાં લીધો હતો. કેપ્ચર થયેલા વીડિયોમાં (Elephant Attack Video) હાથી મહાવત પર હુમલો (Elephant attack on mahout in Kozhikode) કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે અને સાંકળો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના મેલુર કોંડમવલ્લી મંદિરની (Melur Kondamvalli Temple) છે, જ્યાં 55 વર્ષ પછી મંદિરનો ઉત્સવ યોજાઈ રહ્યો હતો. ઓટોલી અનંતન નામનો આ હાથી ગત જાન્યુઆરીમાં ત્રિસુરમાં મંદિરના ઉત્સવ દરમિયાન ભાગ્યો હતો. તે સમયે તેની ઉપર બેઠેલા ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.