અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા અને ભૂવા પડ્યા - તૌકતે સાઈક્લોન અપડેટ
અમદાવાદ : તૌકતે વાવાઝોડાને પગલે બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થયું છે. બોપલ વિસ્તારમાં ઘણા વૃક્ષો પડી ગયા છે અને વિસ્તારના નીંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને રોડ પર ભુવા પડ્યા છે, ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. કમોસમી વરસાદને કારણે લોકોને પરેશાની થઈ રહી છે અને વાહનો બગડી જવાના પણ બનાવો સામે આવી રહ્યા છે.