દિવાળીના તહેવારોને લઈ દ્વારકા એસ.ટી વધારાની બસો દોડાવશે - દ્વારકા ST
દેવભૂમિ દ્વારકા : આગામી દિવાળી તહેવાર અનુલક્ષીને દ્વારકા ST દ્વારા દ્વારકાની રૂટિન બસો સિવાય એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. જેથી દ્વારકા આવવા તેમજ દ્વારકાથી જવા માટે મુસાફરોને કોઈ તકલીફ ન પડે. દ્વારકા ST ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર વિભાગીય નિયામકના માર્ગદર્શન પ્રમાણે રાજકોટ, અંબાજી, સોમનાથ, અંબાજી જેવા વિવિધ સ્થળોએ એક્સ્ટ્રા બસો ચાલુ કરવામાં આવશે. તેમજ તેનું બુકિંગ પણ ઓનલાઇન શરુ કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા બસોનું ભાડુ પણ જે નીયત ભાડું જ લેવામાં આવશે. કોઇ વધારાનો ચાર્જ લેવાશે નહિ.દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકા તરફ આવતા યાત્રાળુઓને અનુરોધ છે કે, STનો ઉપયોગ કરે તેવું દ્વારકા ST તંત્રનો અનુરોધ છે.