PM મોદી આજે સુરત પ્રવાસે, મિની ભારત ગણાતા વિસ્તારમાં કરશે ભવ્ય રોડ શૉ - PM Modi Surat Visit
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 10 વાગ્યા પછી હેલિકોપ્ટર મારફતે ગોડાદરા મહર્ષી સ્કૂલ પહોંચશે. અહીં 2 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સાથે જ વડાપ્રધાન અહીં 2 કિલોમીટર લાંબો રોડ શૉ યોજશે. જોકે, વહેલી સવારથી જ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ વિસ્તારમાં દેશના 21 રાજ્યના લોકો લોકો રહે છે. એટલે આ વિસ્તાર મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ રોડ શૉ દરમિયાન 25,000 લોકો તેમનું સ્વાગત કરશે. સાથે જ અહીં 21 રાજ્યની 21 ઝાંખીઓ પણ જોવા મળશે. રોડ શૉ માટે 3,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રાખવામાં આવ્યા છે. છે. જ્યારે સભાસ્થળ ઉપર પહોંચીને વડાપ્રધાન 3,500 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેકટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 1 વાગ્યે એરપોર્ટથી ભાવનગર જવા રવાના થશે. Gujarat Visit PM Narendra Modi Narendra Modi Road Show Maharshi Astik Sarvajanik High School, PM Modi Surat Visit.