મેઘરાજાએ ખેડૂતોને કરી દીધા ખુશખુશાલ - Farmers of Banaskantha are happy
બનાસકાંઠાઃ હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો (Heavy Rain in Banaskantha District) હતો. અહીં દિયોદર પછી કાંકરેજ પંથકમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી (Farmers of Banaskantha are happy) હતી. ચાલુ વર્ષે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે ગયા વર્ષે પડેલા નહીંવત્ વરસાદના કારણે આ વર્ષે પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હજી પણ જિલ્લાવાસીઓ જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયો છલોછલ ભરાઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.