વરસાદના કારણે આ પ્રવાસન કેન્દ્ર રહેશે બંધ, વહીવટી તંત્રએ આપી સૂચના - સુરત વહીવટી તંત્ર એલર્ટ પર
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર 16 જુલાઈ સુધી બંધ (Banbha Dungar Forest Tourism Center Closed) રહેશે. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય કર્યો હતો. અહીં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ (Heavy Rain in Surat) પડી રહ્યો છે. સાથે જ અહીં 15 જુલાઈ સુધી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં ભારે વરસાદની આગાહીના (Heavy rain forecast) કારણે વહીવટી તંત્ર એલર્ટ (Surat administration on alert) પર આવી ગયું છે. ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર ખાતે ચોમાસામાં બહોળી સંખ્યામાં દૂર દૂર થઈ પ્રવાસીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.