નશામાં ચૂર ST બસચાલકે 2 બાઈક 1 ગાડીને ટક્કર મારતા પ્રવાસીઓએ નોંધાવી ફરિયાદ - navsari town police station
બિલીમોરાથી નવસારી આવતી ST બસના ચાલક કિરણ એસ પટેલે દારૂ પીને બસ હાંકતા પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. એટલું જ નહીં દારૂના નશામાં ચૂર બસચાલકે 2 બાઈક અને 1 ગાડીને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ પ્રવાસીઓએ બસચાલક સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પ્રવાસીઓએ મહામુસીબતે બસ ઊભી રખાવી હતી. ત્યારબાદ તે તમામના જીવ બચ્યા હતા. ડ્રાઈવરના આવા વર્તન અંગે એસટી ડેપો તંત્રને પણ જાણ કરવામાં આવી છે. gsrtc bus driver, bilimora to navsari, navsari town police station.