વલસાડ બેઠક પર સતત બીજીવાર ડૉ. કે. સી. પટેલની 3 લાખથી વધુની લીડ સાથે જીત - win
વલસાડ: આજે વલસાડ બેઠક પર મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ થઈ હતી. જેમાં કુલ 98 ટેબલ પર 149 રાઉન્ડમાં મતગણતરી શરૂ કરાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 25,021 હજાર મતની લીડ મળી હતી, જે લીડ છેલ્લે સુધી વધીને 3 લાખની લીડ મેળવી ભાજપાના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને પરાસ્ત કર્યા હતા. સાથે જ ભાજપના સમર્થકો અને કાર્યકરો ઉત્સાહમાં આવીને ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા. વિજય બાબતે વિજેતા ઉમેદવાર ડૉ. કે. સી. પટેલે જણાવ્યું કે, તેઓ વલસાડની જનતાના આભારી છે કે, જેમના વિશ્વાસ દ્વારા તેમને મહત્વની લીડ પ્રાપ્ત થઈ છે. તો સાથે સાથે આ વિજયનો શ્રેય તેમણે તેમના કાર્યકરોને આપ્યો હતો.