લો બોલો, કૂતરાઓએ રીંછનો શિકાર કરવા લગાવી દોડ, ગામ બહાર ખડેડી મૂક્યુ - Dogs hunted the bear
તેલંગણાના ભીમપુર મંડલ અદિલાબાદ જિલ્લાના અંતર્ગવ ગામ પાસેના ખેતરોમાં કૂતરાઓ રીંછનો શિકાર (Dogs hunted the bear) કરવા દોડ્યા હતા. ખેડૂતો અને મજૂરો વહેલી સવારે ખેતરોમાં લણણી કરવા પહોંચ્યા હતા. ખેતરોની આસપાસના જંગલ વિસ્તારમાંથી રીંછ ( bear in the Adilabad district) અચાનક ખેતરોમાં દેખાયું. રીંછને જોઈને ખેડૂતો અને મજૂરો ભાગી ગયા. ખેડૂતોએ રીંછ અંગે ગ્રામજનોને જાણ કરી હતી. બધા લોકો કૂતરા સાથે ખેતરોમાં ગયા અને ત્યારબાદ કુતરાઓની મદદથી રીંછનો શિકાર કરવા દોડ લગાવી હતી. અંતે રીંછ જંગલમાં દોડી ગયું. તેમાંથી ઘણા લોકો રીંછના દોડતા દ્રશ્યોના કેપ્ચર કરાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ વાયરલ થયા હતા.