દાંતા સરકારી માલ ગોડાઉનમાં દિવાળી વેકેશન, મગફળી સ્વીકારવાનું આજથી બંધ - દાંતા સરકારી માલ ગોડાઉનમાં દિવાળી વેકેશન
દાંતા: બનાસકાંઠાનો આ તાલુકો મહત્તમ આદિવાસી અને ખેડૂત પ્રજાતિવાળો વિસ્તાર છે. આ વખતે દાંતા તાલુકામાં મગફળીનો સારો એવો પાક થયો છે. દાંતા સરકારી ગોડાઉનમાં મગફળી પકવતા 693 ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી હમણાં સુધી 232 જેટલા ખેડૂતોએ પોતાની 13,500 બોરીમાં 4.5 લાખ કિલો મગફળી આપી ચુક્યા છે. ગુરુવારથી દાંતા સરકારી માલ ગોડાઉનમાં દિવાળી વેકેશનને લઈ મગફળી સ્વીકારવાનું બંધ કર્યું છે. 6 દિવસ બાદ લાભ પાંચમથી ખેડૂતોની મગફળી ફરીથી સ્વીકારાશે. જોકે ગુરુવારથી ખરીદી બંધ હોવા છતાં કેટલાક ખેડૂતોની બુધવારે આવેલી મગફળીને આજે સ્વીકારી લેવામાં આવી હતી.