દીવ પોલીસે આગામી 10મી નવેમ્બર સુધી યાત્રિકોની સુરક્ષા માટેના એક્શન પ્લાન કર્યો જાહેર - Diu's latest news
દીવ: સંઘપ્રદેશ દીવ દ્વારા આગામી દિવાળી અને તહેવારોના સમય દરમિયાન 10 નવેમ્બર સુધીનો એક્શન પ્લાન બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. દિવાળી અને તહેવારોના સમયમાં પ્રવાસન સ્થળ દીવમાં મોટી સંખ્યામાં યાત્રિકો તહેવાર અને રજાઓ મનાવવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રિકોને ટ્રાફિકથી લઈને તમામ વ્યવસ્થાઓમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તેને લઈને પોલીસે આગામી 10મી નવેમ્બર સુધી યાત્રિકોની સુરક્ષા માટેના એક્શન પ્લાન જાહેર કર્યો છે.