પાટણમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો - patan news
પાટણઃ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીમાં રમત ગમત, કલા ક્ષેત્રે રૂચિ જાગે અને તેઓ અભ્યાસની સાથે કલા ક્ષેત્રમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ અને કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રંગ ભવન ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભને જિલ્લા ન્યાયાધીશ બી.એસ. ઉપાધ્યાયે વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો.