ગુજરાત

gujarat

ETV Bharat / videos

ETV રિયાલિટી ચેક: રાજકોટમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, જૂઓ વીડિયો - Dilapidated water tank in Rajkot

By

Published : Nov 21, 2019, 4:25 PM IST

Updated : Nov 21, 2019, 5:40 PM IST

રાજકોટ: રાજ્યમાં જર્જરિત ઇમારતો અને પાણીની ટાંકીઓ પડવાની ઘટના સામે આવી રહી છે. બે દિવસ પૂર્વે અમદાવાદમાં પણ એક પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ, આ પ્રકારની ઘટના પૂર્વે ઈટીવી ભારત દ્વારા રાજકોટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી હતી. ટાંકી નીચેથી પોપડાં ઉખડી ગયા હતા. સળિયા પણ પાણીની ટાંકી બહાર ખુલ્લા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક તંત્ર આંખ આડા કાન કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.
Last Updated : Nov 21, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details