ધોરાજી પોલીસે ચોરીના 15 બાઈક સાથે 3 શખ્સોની ધરપકડ કરી - રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક
રાજકોટ : રાજકોટ,જામનગર,જુનાગઢ અને પોરબંદર જીલ્લા વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતા 3 શખ્સો ને ધોરાજી પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા એ.એસ.પી. સાગર બાગમાર, ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ અનીરૂધ્ધસિંહ ઝાલા તથા પો.કોન્સ અજીતભાઇ ગંભીર ને બાતમી મળી હતી.પોલીસ સ્ટાફે ધોરાજીના ત્રણ શખ્સો હુશેનખાન નાશીરખાન પઠાણ , મોહશીન હુશેનભાઇ સમા ,હુશેન ઇકબાલભાઇ કુરેશીની રૂ.3,08,000ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી 102 મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.