સુરેન્દ્રનગરમાં મેઘો મહેરબાન, ધોળી ધજા ડેમ થયો ઓવરફ્લો - ધોળીધજા ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે સુનગર વઢવાણ શહેરના વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં કે નદી વિસ્તારમાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે શહેરીજનો અને જગતના તાત ખેડૂતો હરખાયો છે.