ABVP દ્વારા કચ્છ યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - sloganeering
કચ્છ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી પૂરતુ શિક્ષણ મેળવી શક્યા નથી. આવા સંજોગોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત ABVP દ્વારા કરવામાં આવી હતી. તેમજ એક્સટર્નલ વિદ્યાર્થી સાથે ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાંક નજીક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની અનુમતિ આપવામાં આવે રજૂઆત કરવામાં આવી હતી.