કોરોનાના 17 મહિના બાદ ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલની ભષ્મ આરતીમાં ભક્તોને અપાયો પ્રવેશ, જૂઓ વીડિયો - Ujjain Shri Mahakaleshwar Temple
ઉજ્જૈન: કોરોના મહામારીના કારણે ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વર મંદિર 17 મહિનાથી બંધ હતુ. જે મંદિર લાંબા અરસા બાદ ખુલતા મહાકાલની ભષ્મ આરતીમાં મોટી સંખ્યમાં ભક્તો ન ઉમટે તે માટે મંદિર સંચાલન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતા. જેમાં 696 ભક્તોને પરવાનગીની મંજૂરી આપવામા આવી હતી. પરંતુ જે માંથી કોઈપણ ભક્તોને નંદી હોલમાં પ્રવેશઆપવામાં આવ્યો ન હતો. જે મંદિર સમિતિની પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જે મુજબ ભક્તોને મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.