દેવભૂમિ દ્વારકા : લાલુકા ગામના જાદુગર વિપુલની કલાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ - international recognition
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નજીક આવેલા લાલુકા ગામમાં રહેતા વિપુલ પિંડરિયાએ દુનિયાના 7 દેશોમાં ભાગ લેનારા 100 જાદુગરમાંથી 7મું સ્થાન મળ્યું હતું. ખેડૂત પુત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જ નહીં ગુજરાત અને દેશ સહિત સમગ્ર દુનિયામાં નામ રોશન કર્યું છે. આ જાદુઈ સ્પર્ધામાં તેમને સર્ટિફિકેટ પણ મળ્યું છે. નાની વયે ખ્યાતિ મેળવી ગુજરાત સહિત દેવભૂમિ દ્વારાકા જિલ્લા અને આહીર સમાજનું નામ રોશન કર્યું છે.