અંબાજી મંદિરની આબેહૂબ કલાકારી સાથેનું રથ બાયડથી પગપાળા અંબાજી પહોંચ્યું - બનાસકાંઠામાં દેવદિવાળીની ઉજવણી઼
અંબાજીઃ કારતક સુદ પૂનમ એટલે કે, દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો દૂર દૂરથી પદયાત્રા કરીને દર્શને આવે છે. સાબરકાંઠાનું પગપાળા સંઘ અંબાજી મંદિરના આબેહૂબ કલાકારી સાથેનું એક રથ અંબાજી ખાતે પહોંચ્યું હતું. આ મંદિરને પણ અંબાજી મંદિરની જેમ 358 કળશથી સુભોશિત કરવામાં આવ્યું છે. આ મંદિર બનાવવાનો ઉદ્દેશ જે ભક્તો દર્શાનાર્થે નથી આવી શકતાં તેમને મંદિરના દર્શનનો લ્હાવો આપવાનો છે. આ સંઘ બાયડથી છેલ્લા 29 વર્ષથી અંબાજીના દર્શને આવે છે. શરૂઆતમાં 11 પદયાત્રીઓ આવતાં હતાં. જે વધી હાલ 125 થયા છે.