વડોદરામાં અનલોક-5 માં ખોંડલ કોર્પોરેશન દ્વારા ચાલતી જોય ટ્રેન શરૂ કરવાની કરાઇ માગ - State Government Covid Guideline
વડોદરાઃ અનલોક-5 માં રાજ્યભરમાં તમામ બાગ બગીચાઓ, વિવિધ ઉદ્યાનો ખુલ્લા કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના સયાજીબાગને સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યો છે, પરંતુ સયાજીબાગમાં ખોંડલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ હેઠળ ચાલતી જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી નહીં મળતાં અહીં કામ કરતાં 15થી 20 જેટલા કર્મચારીઓ આર્થિક ભીંસમાં છે. કર્મચારીઓનું કહેવું છે કે, રાજ્યભરમાં બાગ બગીચાઓ કોરોના ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં કેટલાક ગાર્ડનોમાં એડવેન્ચર પાર્ક પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે છતા સયાજી બાગમાં ખોંડલ કોર્પોરેશન દ્વારા ચાલતી જોય ટ્રેન શરૂ કરવામાં નહીં આવતાં અહીં કામ કરતાં 15 થી 20 જેટલાં કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવા તકલીફ પડી રહી છે. જેથી રાજ્ય સરકાર કોવિડ ગાઈડલાઈન અનુસાર આ જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપે તેવી અમારી માંગણી છે.