TDS ની જોગવાઈથી દૂધ મંડળીને દૂર રાખવા કરાઇ માગ - Surat News
સુરતઃ દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ ડેલાડ દ્વારા નાણાં પ્રધાનને પત્ર લખ્યો છે અનેરૂપિયા 20 લાખની ઉપાડ પર TDS ની જોગવાઈથી દૂધ મંડળીને બાકાત રાખવા માગ કરી હતી. દૂધ મંડળી બેન્કમાંથી રોકડ ઉપાડી ખાતેદારોને ચૂકવતી હોવાની રજૂઆત પણ કરાઈ હતી. અત્યાર સુધી એક કરોડની ઉપાડ પર TDS ભરવો પડતો હતો. ત્યારે 500 ગામ એવા છે. જ્યાં 60 કિલોમીટર સુધી કોઈ બેન્ક નથી. ત્યારે જયેશ ડેલાડે જણાવ્યું હતું કે, TDS ની જોગવાઈથી દૂધ મંડળીને બાકાત રાખવામાં આવ છે. કારણ કે અનેક ગામોમાં બેન્કિગ સુવિધા નથી