બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા: ભાવનગરમાં ઉમેદવારોએ ફરી પરીક્ષા લેવાની માગ કરી - બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા
ભાવનગર: રાજ્યમાં ગૌણ સેવા મંડળે 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં ભાવનગર સહિત રાજ્યમાં પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ સાથે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ભાવનગરમાં પણ પરીક્ષાર્થીઓેએ યુથ કોંગ્રસને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિદ્યાર્થીઓએ મૌખિક પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ પરીક્ષાર્થીએ માંગ કરી હતી કે, પરીક્ષા ફરી લેવામાં આવે. જો નહીં આવે તો નવનિર્માણ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.