મનીષ સિસોદિયા આજથી 6 દિવસીય ગુજરાત પ્રવાસે, આવતા વેંત જ ભાજપને લીધી આડેહાથ
અમદાવાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજથી 6 દિવસીય ગુજરાતના પ્રવાસે (manish sisodia Gujarat Visit) છે. ત્યારે આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા (delhi deputy cm manish sisodia) જણાવ્યું હતું કે, 27 વર્ષમાં જનતાને જે જોઈએ છે તે જ કામ ભાજપે નથી કર્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર ભયભીત બની ગઈ છે. તે 27 વર્ષથી ભાજપે અહીં ન તો સારી શાળા આપી શકી ન તો સારી આરોગ્ય સેવા. હું અહીં આવ્યો છું અને ઉત્તર ગુજરાતમાં બસ પરિવર્તન યાત્રા કરીશ. અમે અહીં મોંઘવારી સામે લડીશું અને બેરોજગારી દૂર કરીશું. તો દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. ત્યારબાદ હિંમતનગરમાં તિરંગા યાત્રા, તલોદ અને પ્રાંતિજમાં સભા યોજશે. આ સાથે જ તેઓ 6 દિવસમાં 5 જિલ્લા ફરશે અને 15 વિધાનસભા પર પ્રચાર કરશે.