ભરૂચના વાલિયા પંથકમાં દીપડાએ દેખાયો, વીડિયો વાયરલ - છે ત્યારે વાલિયા તાલુકાના તુણા ગામની સીમમાં દીપડાએ દેખા દી
ભરૂચઃ વાલિયા પંથકમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામની સીમમાં ખેતરમાં દીપડો દેખાતા કાર ચાલકે વિડીયો બનાવ્યો છે. વાયરલ વીડિયો ભરૂચના ટ્રાયબલ બેલ્ટ ગણાતા વાલિયા વિસ્તારનો મનાય છે. ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં મોટી સંખ્યામાં વન્ય જીવો વસવાટ કરે છે ત્યારે વાલિયા તાલુકાના તુણા ગામની સીમમાં દીપડાએ દેખા દીધી હતી. ગામની સીમમાં દીપડો દેખાતા અહીંથી પસાર થતા એક કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવ્યો હતો,જે સોશ્યલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ વાલિયા પંથકમાં દીપડાના હુમલાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચુક્યા છે ત્યારે દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે એવી લોકો માંગ કરી છે.