ધોળા દિવસે ખૂની ખેલ, આ ભયાનક દ્રશ્ય જોઈને આત્મા કંપી જશે - davanagere murder case
કર્ણાટક : દાવંગેરે જિલ્લામાંથી ઘટનાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ચન્નાગિરી તાલુકાના અજજીહલ્લી સર્કલ પર મંગળવારે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ ધોળા દિવસે આ ઘટનાને અંજામ આપ્યો અને લોકો જોતા જ રહ્યા. ત્યાં હાજર એક વ્યક્તિએ આ આખી ઘટના પોતાની કારમાંથી કેમેરામાં કેદ લીધી હતી, જેમાં હત્યારો એક વ્યક્તિને વારંવાર ચાકુ મારી રહ્યો હતો. જોકે કેટલાક લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હત્યારાએ શખ્સને ચાકુ મારી મારી મોતને ઘાટ ઉતાર્યો (attcked with a knife) હતો. આ ઘટનામાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ નલ્લુર ગામના રહેવાસી ઝાકિર તરીકે થઈ છે. આ બનાવ અંગે ચન્નાગીરી પોલીસે ગુનો નોંધ્યો છે. આગળની કાર્યવાહી ચાલુ છે.