ડાંગઃ ભાજપના ઉમેદવાર વિજય પટેલનો 59,504 મતથી ભવ્ય વિજય - વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામના સમાચાર
ડાંગઃ જિલ્લાની 173 વિધાનસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવારનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે. 59,504 મતથી વિજયભાઈ પટેલની ભારે બહુમતી સાથે વિજય થયો છે. ભાજપ પક્ષની આ ઐતિહાસિક જીત છે. વિજેતા ઉમેદવાર વિજયભાઈ પટેલ સાથે ETV ભારતની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જીત ડાંગ જિલ્લાનાં લોકોની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓ છે. સાથે જ કેન્દ્રિય નેતૃત્વ અને સુરત ભાજપ સંગઠનનાં કાર્યકર્તાઓની છે. જીત બાદ તેઓ પોતાની મોવડી મંડળ સાથે મીટિંગ કરી ડાંગ જિલ્લાનાં નાના-મોટા પ્રશ્નો હલ કરશે તેમ જણાવ્યું હતું.