Crime in Arvalli : દોઢ મહિનાથી ગુમ હતો યુવક, મળ્યો ખરો પણ.... - અરવલ્લી પોલીસ
અરવલ્લીના ભીલોડામાં 45 દિવસથી ગુમ 19 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ (Arvalli Police) તપાસમાં બહાર આવ્યું કે ગુમ થયેલા યુવકની હત્યા (A youth Murdered in Bhiloda) કરીને મૃતદેહ બામણા ગામની સીમમાં દાટી દેવામાં આવ્યો હતો. જેને 30 મેના રોજ મોડી રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ઘરપકડ કરવા ભીલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક યુવકે માહિતી આપી હતી કે વિજય અને હાર્દિક નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો અને તેનો મૃતદેહ સગેવગે કરવા મદદમાં બોલાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને(Arrest of murder accused ) ઝડપી પાડવા તજવીજ (Crime in Arvalli) હાથ ધરી છે.