વડાપ્રધાન મોદીએ વેક્સિન લીધા બાદ સી.આર. પાટીલની પ્રતિક્રિયા - સિનિયર સિટીઝન
સુરત : આજે સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા તબક્કામાં કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો. આજથી દેશભરના સિનિયર સિટીઝન લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંકમાં પ્રથમ ડોઝ લીધો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. સ્વદેશી વેક્સિનની કોઈપણ આડઅસર નથી અને આ સુરક્ષિત છે. દેશમાં વૈજ્ઞાનિકો માટે આ સન્માનની વાત સાબિત થઈ છે. લોકોને ફેલાવવામાં આવી રહેલા દુષ્પ્રચાર અને અફવાઓ પર ધ્યાન ન મૂકી વેકસિન લેવી જોઈએ.