ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat Gram Panchayat election Result 2021: જૂનાગઢ જિલ્લાની 338 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ - મતગણતરી જૂનાગઢ

By

Published : Dec 21, 2021, 12:33 PM IST

જૂનાગઢ: જિલ્લાની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં ગત રવિવારના દિવસે મતદાન (Gujarat Gram Panchayat election Result 2021) સંપન્ન થયું હતું. ઐતિહાસિક કહી શકાય તે પ્રમાણેનું 75 ટકા જેટલું મતદાન થયું હતું. જેની આજે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજના સભાખંડમાં મતગણતરી (Counting of votes) હાથ ધરવામાં આવી છે. તમામ 338 ગ્રામ પંચાયતોના પરિણામો રાતના દસ વાગ્યાની આસપાસ આવવાની ધારણા વ્યક્ત કરાઈ રહી છે. કોઈપણ કિસ્સામાં ફેર મતગણતરીની માગ ઉમેદવારો દ્વારા નહીં કરવામાં આવે તો આ પરિણામો દસ વાગ્યા પહેલા પણ આવી જવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. 338 ગામડાઓને તેમના નવા પ્રધાનો ગામના વિકાસને લઇને કાર્યભાર સંભાળતા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details