નડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીએ કરી આત્મહત્યા - Corona patient suicide
ખેડા : નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીએ મંગળવારની સવારે હસ્પિટલના બીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી.સારવાર મેળવી રહેલા દર્દીએ બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હતું. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોરના કોરોના સંક્રમિત 50 વર્ષીય દર્દી છેલ્લા 8-10 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા. જ્યાં તેમણે જાજરૂના વેન્ટિલેશનની જાળી તોડી નીચે છલાંગ મારી હતી.