અનંત પટેલ પર થયેલા હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ થતા વિવાદ - attack on Anant Patel screenshots viral
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ (attack on Anant Patel screenshots viral) થતા આદિવાસી સમાજના આગેવાનોએ અગાઉથી જ આ હુમલાનું કાવતરું રચાયું હોવાની આશંકા વ્યક્ત કરી. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલો (navsari congress mla anant patel attack) રાજકીય દ્રષ્ટિએ મોટું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આરોપીઓને પકડવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને આજે સોશિયલ મીડિયામાં હુમલા પહેલાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. ખેરગામના રીન્કુ આહીર નામના વ્યક્તિએ Whatsapp ગ્રુપમાં અનંત પટેલ ખેરગામ ખાતે આવવાના હોય બધાને દશેરા ટેકરી વિસ્તાર ખાતે આવવા માટે કહેવામાં આવ્યું હતું. આ એ જ વિસ્તાર છે જ્યાં ગઈકાલે ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આદિવાસી સમાજના આગેવાનોએ અગાઉથી જ આ હુમલાનું કાવતરું રચાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.