હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકનું વિવાદસ્પદ નિવેદન, જાણો શું કહ્યું? - Pleasure Sacrifice
સુરતઃ કામરેજના ઘલુડી ખાતે ગુજરાત ખેડૂત સમાજની મીટિંગ યોજાઈ હતી. જેમા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. જેમા તેમને સી.આર પાટીલ વિરૂદ્ધ વિવાદસ્પદ નિવેદન આપી જણાવ્યુ હતું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કલેક્ટર્સને જંત્રી વધારી ખેડૂતોને વળતર આપવાના આદેશ કર્યા છે, પરંતુ આનંદ યાજ્ઞિક તેના વિશે નિવેદન આપતા કહે છે કે, આ આદેશ આપવાનો હક માત્ર અને માત્ર ગુજરાત સરકાર અને સુપ્રીટેન્ડન ઓફ સ્ટેમ્પ પાસે જ છે.